મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. છેલ્લા 24 કલાકમાં અહીં 1,233 નવા કેસો સામે આવ્યા છે. આ સમયગાળા દરમિયાન અહીં 34 લોકોના મોત થયા છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસથી અત્યાર સુધી કુલ 651 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કોરોનાના કુલ 16,758 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં મુંબઈમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 10 હજારને પાર પહોંચી ગઈ છે. મુંબઈમાં 10,714 કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 25 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. મુંબઈમાં અત્યાર સુધી કુલ 412 લોકોના મોત થઈ ચૂક્યા છે. અહીં 24 કલાકમાં 769 નવા કેસો નોંધાયા છે.