મોરબી પુલ હોનારતને પગલે મોટી કાર્યવાહી કરવામાં આવી હોવાનુ સામે આવ્યુ છે. મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગે આ પગલુ લીધુ છે.
મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ દુર્ઘટના બાબતે ઓરેવા કંપની પર ગંભીર આરોપ લગાવ્યા હતા. સમગ્ર દુર્ઘટના બાબતે ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાની બેદરકારી સાબિત થતી હોવાથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.