મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના મામલે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં રાજ્ય સરકાર વતી સોગંદનામું રજુ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા રજુ કરાયેલા સોગંદનામા પ્રમાણે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને વળતર ચૂકવવા અંગેની વિગતો રજુ કરવામાં આવી હતી. આ દુર્ઘટનામાં મૃતકોને વધારાનું વળતર ચૂકવાશે જેમાં 10 લાખ વળતર ચૂકવવામાં આવશે. જ્યારે ઈજાગ્રસ્ત થયેલા લોકોને એક લાખ રૂપિયા ચૂકવવામાં આવશે.