મોરબી જિલ્લામાં કરોડો રૂપિયાનું સિંચાઈ કૌભાંડ સામે આવ્યા પછી છેલ્લાં થોડાક સમયથી અનેક આગેવાનો ધરપકડથી બચવા માટે દોડધામ કરી રહ્યા છે. ત્યારે સિંચાઈ કૌભાંડની તપાસ ચલાવતી એ ડિવિઝન પોલીસની ટીમે હળવદના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાની ધરપકડ કરતાં રાજકારણ ગરમાયું છે. જેમાં વિધાનસભામાં કૌભાંડ બાબતે રજૂઆત ન કરવા માટે 40 લાખ માંગ્યા હતા. તો 10 લાખ રૂપિયા મજૂર મંડળી પાસેથી અને 25 લાખના ચેક લીધા હોવાનો આરોપ લાગ્યો છે. જેના કારણે તેમની સામે સરકારી નાણાંની ઉચાપતના કેસમાં ભ્રષ્ટાચાર નિવારણની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે.