મોરબીથી જામનગર હાઇવે પર આમરણથી પીપળિયા ગામ વચ્ચે આવેલો રાજાશાહી વખતનો પુલ ધરાશયી થયો છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. આ પુલ તૂટતા 40 ગામોને જોડતો વાહન વ્યવહાર ખોરવાયો છે. જણાવી દઈએ કે આ પુલ તૂટતાં લોકોને કેટલાય કિલોમીટર વધારે ફરીને જવું પડી રહ્યું છે. મહત્વનું છે કે માળિયાથી જામનગર જતો આ એક જ રસ્તો છે. આ પુલ તૂટતા રસ્તાની બન્ને બાજુ વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે.