મોરબી પુલ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટેમાંથી જામીન મળી ગયા છે. જો કે સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને શરતી જામીન આપ્યા છે. તેમણે હાઇકોર્ટે અરજી ફગાવતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. મોરબીમાં ઝૂલતો પૂલ તૂટી જવાના કારણે 135 લોકોના મૃત્યુ થયા હતા, જે બાદ જયસુખ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. મોરબીના પુલ દુર્ઘટના કેસ જયસુખ પટેલ 400 દિવસથી જેલવાસ ભોગવી રહ્યાં છે.