મોરબી ખાતે રવિવારે સાંજે ઝૂલતો પુલ તુટી પડવાની ઘટનામાં મૃત્યુઆંક વધીને 141 થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, આ આંક સત્તાવાર નથી. કેટલાક લોકો 136 મૃત્યુ પામ્યા હોવાનું જણાવી રહ્યા છે.
દરમિયાન, આખી રાત મચ્છુ નદીમાં બચાવ કામગીરી ચાલી હતી. આ લખાય છે ત્યારે પણ નદીના તટમાં આ કામગીરી ચાલી રહી છે.
રાત્રે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ રૂબરૂ સ્થિતિનો તાગ મેળવવા પહોંચી ગયા હતા. તેમણે રાહત અને બચાવ કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું હતું.