શુક્રવારે સવારે મોરબી જિલ્લાના વાંકાનેરના ખેરવા ગામ નજીક બે એસ.ટી. બસ ધડાકાભેર અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એસ.ટી.ના ચાલકની હાલત અતિ નાજૂક જયારે અન્ય 40થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ વાકાનેર તાલુકા પોલીસ અને એસ.ટી. બસના ડેપો મેજેર ઘટના સ્થળે પહોંચ્યા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે વાંકાનેર અને રાજકોટ સિવિલમાં ખસેડવાની તજવીજ શરૂ કરી દેવામાં આવી છે.