નીલકંઠવર્ણી વિવાદ સતત વકરી રહ્યો છે. ગુજરાતના લોકકલાકારો અને સાધુ સંતોએ નીલકંઠવર્ણી વિવાદમાં ઝુકાવ્યું છે. કલાકારો અને સાધુસંતો મોરારિબાપુની તરફેણ કરી રહ્યા છે. ત્યારે દિવસો બાદ હવે મોરારિબાપુએ આ અંગે નિવેદન આપ્યું છે. મોરારિબાપુએ આ અંગે વાત કરતા કહ્યું છે,'કોઈએ વચ્ચે પડવાની જરૂર નથી.'
મોરારિબાપુએ જામનગરમાં નીલકંઠવર્ણી વિવાદ અંગે પ્રતિક્રિયા આપી. મોરારિબાપુએ નીલકંઠવર્ણી વિવાદ પર બોલતા કહ્યું,'તપસ્વીનું રૂપ ક્ષમા છે. ક્ષમા મારી ઘડપણની લાકડી છે. મારે કોઇને પાસે ક્ષમા મંગાવી નથી. મારે ક્ષમાની જરૂર નથી. જે કોઇએ ક્ષમા માંગવી હોય એ આ વ્યાસપીઠ અને સનાતન ધર્મની માંગવી જોઇએ. ઘણા લોકો એવું કહે છે કે બાપુ અમે વચ્ચે આવીએ.. કોઇએ વચ્ચે આવવાની જરૂર નથી. મેં કજીયો કર્યો નથી. હું વિવાદનો નહીં પરંતુ સંવાદનો માણસ છું. આમ હું કિનારે બેસીને જોઇ રહ્યો છું.'
ઉલ્લેખનીય છે કે પેરિસમાં મોરારિબાપુની કથા બાદ નીલકંઠવર્ણી વિવાદ સર્જાયો હતો. નીલકંઠ અંગેના મોરારિબાપુના નિવેદન પર સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી માફીની માગ થઈ હતી. ત્યારે અન્ય સાધુ સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાયે માફી માગવા રજૂઆત કરી હતી. બાદમાં કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહીર, સાંઈરામ દવે જેવા કલાકારોએ મોરારિબાપુનો પક્ષ લીધો હતો. જે બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ તરફથી કલાકારોને દારુડિયા તરીકે નિવેદન આવ્યું હતું. આ નિવેદનને કારણે હેમંત ચૌહાણ, કિર્તીદાન ગઢવી, જીજ્ઞેશ કવિરાજ, ભીખુદાન ગઢવી સહિતના કલાકારોએ એવોર્ડ પરત કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, શનિવારે મોરારિ બાપુના જન્મ સ્થાને પણ લોકો રોષે ભરાતા એકઠાં થયા હતા. અને સ્વામિનારાય સંતો બાપુની માંફી માગે તેવી માંગણી કરી હતી.