પૂજ્ય મોરારિ બાપુ દ્વારા ઓનલાઈન રામકથા ‘માનસ ગુરુવંદના’નો શનિવારથી પ્રારંભ થયો છે. કોરોના વાયરસમાં ગુજરાત સહિત દેશ અને સમગ્ર દુનિયામાં નિર્વાણ પામનારા લોકોનાં તથા જીવના જોખમે સેવામાં લાગેલા કોરોના વોરિયર્સનાં સ્મરણમાં 844મી રામકથાનો પ્રારંભ પૂજ્ય મોરારિ બાપુએ કર્યો છે. યજમાન, શ્રોતા વગરની અનોખી ઓનલાઈન રામકથાનો પૂર્ણ પરમાર્થ સાથે પૂજ્ય મોરારિ બાપુએ તલગારડા ખાતેના ત્રિભુવન વડ ખાતેથી ભાવવાહી શૈલીથી પ્રારંભ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે 14મી જૂન સુધી સવારના 9:30 -12:00 સુધી આ રામકથા શ્રોતાઓને આસ્થા ચેનલ પરથી તેમજ સંગીતની દુનિયા અને ચિત્રકુટધામ તલગાજરડાના યુ ટ્યૂબનાં માધ્યમથી રામકથા લાઈવ માણવા-સાંભળવા મળશે.