Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રામચરિતમાનસની પ્રવાહિત ધારા એવા શ્રાવકોને સતત અત્રુપ્ત રાખે છે. જેની જિજ્ઞાસા સતેજ છે. તેવા શ્રાવકોની શ્રદ્ધાને વધુ ને વધુ સતેજ કરવા માનસ ગંગધારા પુ. મોરારીબાપુના શ્રીમુખેથી આજે પાંચમા દિવસે રવાંડાના કિગાલીશહેરમાં પ્રવાહિત થઈ. 

"વેદ બ્રહ્મ છે, વાલ્મિકી રામાયણ ત્રેતાયુગમાં, દ્વાપરમાં શ્રીમદ્ ભગવદ્ગીતા અને કલિયુગમાં વાણી, છંદ, ગુણ, સોરઠા, દોહા , કાવ્યથી રામચરિતમાનસ પરબ્રહમ છે. જ્યાં સુધી પરમ વિશ્વાસ ન મળે ત્યાં સુધી મનોરંજન ભરપૂર અસીમ હોય. બુદ્ધપુરુષ કોઈના મનોરંજનનો ભંગ ક્યારેય ન કરે. રામકથામાં નવ રસ છે, ભોજનમાં છ રસ છે. રામાયણમાં ત્રણ પ્રસંગો નવરસથી ભરપૂર છે, જો કે તેમાં ત્રણ રસ મુખ્ય છે. મહાદેવજીમા ધ્યાનરસ, ભગવાન રામનો પ્રેમરસ અને રાવણનો મહારસ. રામ કેવા છે તે માટે કહેવાયું 'શેષ મુનિ મન રંજનમ્'. ગુણ આધારિત રંજન વેચાણમાં ન હોય .માનસ ગુણાતિત રંજન છે .વ્યાસપીઠ પર બેઠો છે તે તો માધ્યમ છે, એ જટો હલકારો છે .કંઈક કરવું પડે તેથી જ કહેવાય "ઉંગલી ઉઠાને સે પહેલે કુછ કમાયા કરો" હનુમાનજી બ્રહ્મ અને ગુરૂ સાક્ષાતબ્રહ્મ છે. તે શૂલપાણિ છે તેમ વિનય પત્રિકા નોંધે છે. વ્યક્તિ ગમે તેટલો મોટો થાય પણ ધરતી સાથે જોડાયેલો રહેવો જોઈએ. હનુમાનજી પૃથ્વીતત્વ સાથે જોડાયેલા છે. ચરણ ધોવા માટે પાત્રની જરુર નથી, પાત્રતા જોઈએ. કેવટ તેનું ઉદાહરણ છે. હનુમાનજી ગગનવિહારી છે, રામચરિતમાનસ હનુમાનજીના પાંચ પાત્ર. રામજીનું પ્રેમપાત્ર, મા જાનકીનું વાત્સલ્ય પાત્ર, શંકર ભગવાનનું સ્વરૂપપાત્ર, સુગ્રીવનું સેવાપાત્ર અને રામનામ મંત્રનું તે નામ પાત્ર છે. એ પંચ કવન, પંચાનંદ છે. આમ પાંચ તત્વો સાથે ગાઢ જોડાયેલા છે. વિશ્વને વિશ્રામ તો રામ જ આપી શકે.

આજની કથામાં રામચરિતમાનસના દિવંગત અને સાંપ્રત કથાકારોનું સ્મરણ કરી બાપુને તેની વિદ્વતાને પોંખી હતી. જેમાં મુખ્ય હતા રામકિંકરજી, બિંદુ મહારાજ, કપિન્દ્રજી, ડો.શ્રીનાથજીબાવા, મામાજી, ભોલેરામજી મહારાજ, રાધેશ્યામજી આ ઉપરાંત સાંપ્રત સમયમાં પણ ઘણા કથાકારોની પ્રતિભા તેજોમય દેખાઈ રહી છે. જેમાં બાપુએ રાજેન્દ્રદાસજીનો ઉલ્લેખ કર્યો.

કથાના સંગીતસહાયકોનો પરિચય આજે બાપુએ માલકોષ રાગમાં ગાયકીમા આપી સૌને રમુજ કરાવી તે કલાકારોને બિરદાવ્યા. આ વૃંદમાં સામેલ છે. ગજાનંન સાળુકે (શહનાઈ) દિલાવર સમા (મંજીરા) કીર્તિ લીંબાણી (ગાયન ) રમેશ ચંદારાણા (હાર્મોનિયમ) પંકજ ભટ્ટ (તબલા ) મહેંદી હસન (તબલાં) હિતેશ ગોસાઈ (બેંન્જો ) હરિશ્ચંદ્ર જોશી (ગાયન).
સાંઘ્ય કાર્યક્રમમાં શ્રી માયાભાઈ આહીર ,ભદ્રાયુ વછરાજાની અને હરદ્વાર ગોસ્વામીએ પોતાની કલાની પ્રસ્તુતિ કરી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ