Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જામનગરમાં રામકથા સમિતિ દ્વારા આયોજીત માનસ ક્ષમા રામકથાના આઠમા દિવસે મોરારિબાપુએ પ્રવચન આપતા માર્મિક ટકોર કરી જણાવ્યું હતું કે, સાધુનું કૂળ જોવુ઼ નહીં પરંતુ હવે તે બંને જોવાની જરૂર છે તેમજ માનવીએ ક્યાં અપરાધ ન કરવા તેની સમજણ આપી સાધુના લક્ષણો વર્ણવ્યા હતાં. વધુમાં બાપુએ કહ્યું કે, 'જીભ શરીરનું અંગ અને જીવ અંશ છે માટે કોઇએ બંધ બેસતી પાઘડી પહેરવી ન જોઈએ.' 

જામનગરની ભાગોળે ચાલી રહેલી માનસ ક્ષમા રામકથામાં શનિવારે મોરારિબાપુએ કથાના પ્રારંભમાં જણાવ્યું હતું કે, 'વ્યાસપીઠ પરથી જે થઇ રહ્યું છે તે પ્રસાદક છે પ્રહારક નથી.' સાથે જ તેમણે કહ્યું કે, ભગવાન જીસસને વધસ્તંભ પર ચડાવ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે, પ્રભુ તેને માફ કરજે કારણ કે, તેને ખબર નથી કે તેઓ શું કરી રહ્યા છે, ત્યારે મારે 2100 વર્ષ પછી થોડા ફેરફાર સાથે કહેવું છે હે મારા હરિ તે બધાને માફ કરજે કારણ કે તે બધાને ખબર છે કે તે શું કરી રહ્યા છે. મારી જીભ નથી બોલતી મારો જીવ બોલે છે.'

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ