હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીએ પ્રથમ વર્ષના તમામ કાર્યક્રમોની આવકથી થાનગઢમાં નવી બે પ્રાથમિક શાળાઓ બનાવી છે જેનું લોકાર્પણ મોરારીબાપુના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પુરસોત્તમ રૂપાલા, શાહબુદ્દીન રાઠોડ,જય વસાવડા સહિત અનેક લેખકો,કવિઓ,કલાકારો,મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીએ કહ્યું હતું કે, તેઓ દર વર્ષે રૂ.44 લાખ પ્રમાણે પચ્ચીસ વર્ષ સુધી સમાજ સેવા માટે રૂ.11 કરોડનું દાન કરશે અને જો શરીર સાથ ન આપે તો પોતાની સ્થાવર મિલ્કતો વેચીને પણ મરતાં પહેલા રૂ.11 કરોડનું દાન ચોક્કસ કરશે. સાથે જ જગદીશ ત્રિવેદીએ પુલવામા હુમલામાં શહીદ થયેલા સૈનિકોના પરિવારને પાંચ લાખ રૂપિયાનું દાન આપ્યું છે.
આ પ્રસંગે પૂજ્ય મોરારીબાપુએ પુલવામા હુમલામાં શહીદ થયેલા સૈનિકોને અને જગદીશ ત્રિવેદીના પિતાને શ્રધ્ધાંજલી આપી હતી. સાથે જ મોરારીબાપુએ કહ્યું હતું કે, જગદીશ ત્રિવેદીના અગિયાર કરોડના શિવસંકલ્પને એક સાધુ તરીકે હું સલામ કરું છું અને નિઃસ્વાર્થ મનોરથને ઈશ્વર હમેંશા પૂરો કરતા હોય છે.