સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડના મેઈન શૂટર દીપક મુંડી અને તેના બે સહયોગીઓને 6 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા છે. દીપક મુંડી અને તેના બે સાથી કપિલ પંડિત અને રાજિંદરને આજે પંજાબની માનસા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન કોર્ટે પોલીસને ત્રણેયની 6 દિવસની કસ્ટડી આપી દીધી છે. પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાના લગભગ 100 દિવસ બાદ શનિવારે પંજાબ પોલીસે તેમની હત્યામાં સામેલ છઠ્ઠા અને છેલ્લો શૂટર દીપક મુંડીની ધરપકડ કરી હતી. તેની સાથે જ તેના બે સહયોગીઓની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી.