એક તરફ શેર બજારમાં અદાણીના શેર ધોવાઈ રહ્યા છે તો બીજી તરફ વિપક્ષો અદાણી અને સરકારની સાંઠગાંઠને લઈને ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે. હવે તમામ ઘટના વચ્ચે મૂડીઝે અદાણીને ઝટકો આપ્યો છે. સામે આવી રહેલા સમાચારો અનુસાર, મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસ એટલે કે મૂડીઝે અદાણી ગ્રુપની કંપની અદાણી ગ્રીનના રેટિંગને નેગેટિવ કર્યું છે.