-
પ્રવાસી-પત્રકાર-પથદર્શક વિજયગુપ્ત મૌર્યના 'હસ્તે' ગુજરાતના અનોખા ટ્રાવેલ મેગેઝિન 'જિપ્સી'નું વિમોચન કરવામાં આવ્યું છે. 'હિમાચલ' અને 'મુક્તાનંદ વિશ્વયાત્રી' જેવાં ઉપનામો ધરાવતા (સદગત) વિજયગુપ્ત મૌર્ય (દાદાજી) તેમના અનોખા પ્રવાસો માટે તેમજ અજોડ પ્રવાસવર્ણનો માટે ગુજરાતી પત્રકારત્વમાં જાણીતા હતા. 'શેરખાન', 'કપિનાં પરાક્રમો', 'હાથીના ટોળામાં' જેવાં તેમનાં પુસ્તકોનું વાર્તાતત્ત્વ ભલે કાલ્પનિક હતું, પણ તેમાં કરાયેલું હિમાલયનાં જંગલોનું, નર્મદા નદીના તટપ્રદેશોનું તેમજ આસામનાં જંગલોનું વર્ણન વાસ્તવિક હતું. આ બધાં સ્થળોના પ્રવાસ દરમ્યાન તેમણે જોયેલાં-જાણેલાં-અનુભવેલાં પ્રસંગોનું હતું. દાદાજીનો પ્રવાસ વારસો અત્યાર સુધી જિનેટિકલી આગળ વધતો રહ્યો. હવે એક ટ્રાવેલ મેગેઝિનનું સ્વરૂપ તેણે ધારણ કર્યું છે. નામ છે : 'જિપ્સી' ! પ્રવાસનો નવો ચીલો ચાતરતા 'જિપ્સી'નો પ્રથમ અંક આજે પ્રકાશિત થયો, જે ટૂંક સમયમાં બૂક-સ્ટોલ્સ પર ઉપલબ્ધ થશે. દરમ્યાન www.iamgypsy.in વેબસાઇટ પરથી અંકની ખરીદી તેમજ લવાજમ થઇ શકાશે.