દેશમાં જીએસટી કલેકશનમાં વૃદ્ધિ જારી રહી છે. પહેલી જાન્યુઆરી ૨૦૨૫ના આંકડા મુજબ ડિસેમ્બરમાં જીએસટી કલેકશન વાર્ષિક ધોરણે ૭.૩ ટકા વધીને વધીને રુ.૧.૭૭ લાખ કરોડ થયું છે. જો કે આ કલેકશન માસિક ધોરણે ત્રણ ટકા ઓછું છે. નવે. ૨૦૨૪માં જીએસટી કલેકશન ૧.૮૨ લાખ કરોડ રુપિયા હતું. ગયા વર્ષે સમાન સમયગાળામાં જીએસટી કલેકશન રુ. ૧.૬૫ લાખ કરોડ હતું.