ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમનને ત્રીજા અઠવાડિયે ચોમાસું જામ્યું છે. રવિવારે(30 જૂન) 211 તાલુકામાં 6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. સુરતના પલસાણામાં સૌથી વધુ 6 ઈંચ, બારડોલી, કામરેજમાં પાંચ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જ્યારે તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ હતો. હવામાન વિભાગ દ્વારા આજે (પહેલી જુલાઈ) 25 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.