આખરે બે દિવસના વિલંબ પછી ગુરુવારે કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું આગમન થવાની સાથે દેશમાં ચાર મહિનાની ચોમાસુ મોસસની શરૂઆત થઈ છે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું. કેરળમાં ગુરુવારે કેટલાક સ્થળે પર ૨.૫ મીમીથી વધુ વરસાદ પડયો હતો. કેરળમાં સામાન્ય રીતે ૧લી જૂનથી ચોમાસાની શરૂઆત થાય છે. હવામાન વિભાગે અગાઉ ૩૧મી મેથી દેશમાં ચોમાસાની શરૂઆત થવાની આગાહી કરી હતી. દેશમાં છ વર્ષમાં ત્રીજી વખત ચોમાસાની મોડી શરૂઆત થઈ છે. અગાઉ વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૯માં પણ ચોમાસાની મોડી શરૂઆત થઈ હતી. કેરળમાં આગામી બે દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.