દેશનાં અનેક વિસ્તારોમાં સૂરજમાંથી અગનગોળાની જેમ આગ વરસી રહી છે અને લોકો કાળઝાળ ગરમીમાં ત્રાહિમામ પોકારી ગયા છે. દેશનાં લોકો હવે ચાતક નજરે વરસાદની આલબેલ ક્યારે પોકારવામાં આવશે તેની રાહ જોઈ રહ્યા છે ત્યારે હવામાનની આગાહી કરનાર ખાનગી સંસ્થા સ્કાયમેટે આગાહી કરી છે કે, દેશમાં કેરળ કાંઠે ૪ જૂને ચોમાસાનું સત્તાવાર આગમન થશે. જેમાં એક – બે દિવસનો ફેરફાર થઈ શકે છે. જો કે દેશમાં આ વર્ષે વરસાદ સામાન્ય કરતા ઓછો પડશે અને લાંબાગાળાની ૯૩ ટકા જેટલો રહેશે તેવો સ્કાયમેટનો વરતારો છે જે લોકોને પરેશાન કરનારો છે. સામાન્ય રીતે દર વર્ષે ૧ જૂને કેરળમાં ચોમાસાની શરૂઆત થાય છે પણ આ વખતે ચોમાસું ૩-૪ દિવસ મોડું શરૂ થાય તેવી ધારણા છે. અલબત્ત દેશનાં અન્ય વિસ્તારોમાં ચોમાસુ આગળ વધવાની ગતિ ધીમી રહેશે. ગયા મહિને પણ સ્કાયમેટ દ્વારા ચોમાસું સામાન્ય કરતા નબળું રહેવાની આગાહી કરાઈ હતી.