વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) એ મંકીપોક્સને આંતરરાષ્ટ્રીય જાહેર આરોગ્ય કટોકટી તરીકે જાહેર કર્યું છે. ત્યાર બાદથી ભારત એલર્ટ મોડ પર છે. આ દરમિયાન દિલ્હી AIIMSએ મંકીપોક્સને રોકવા માટે મોટો નિર્ણય લીધો છે. એઇમ્સે મંકિપોક્સના શંકાસ્પદ દર્દીઓના સંચાલન માટે સ્ટાન્ડર્ડ પ્રોસેસિંગ પ્રોસિજર (એસઓપી) જાહેર કરી છે. મંકીપોક્સ એ વાયરલ ઝૂનોસિસ છે જેના લક્ષણો શીતળાના દર્દીઓમાં જોવા મળતા લક્ષણો જેવા જ હોય છે, જો કે તેના લક્ષણો શીતળા કરતા ઓછા ગંભીર હોય છે. તેના ફેલાવાને રોકવા માટે ઉચ્ચ સ્તરની જાગરૂકતા, તાત્કાલિક તપાસ અને ચેપ નિયંત્રણ પગલાંની જરૂર છે.