કોઈ પણ આમંત્રણ આવે એટલે તસવીરકારને અને સંવાદદાતાને મોકલવો જ એવો એક હલકટ શિરસ્તો પડી ગયો છે. અખબારોએ, દેશી ફિલ્મના જેમ, કેટલાંક ખોટાં નોર્મ્સ ઊભાં કર્યા છે. દેશી ફિલ્મનો દર્શક હંમેશાં એક નતિર્કાની, એક વાંદરાની, એક વકીલની, એક કોર્ટરૂમની, એક વિદૂષકની, એક ફોર્મ્યુલાઓનો ભોગ બન્યાં છે. નવું અખબાર જ્યારે હડતાલની ફરમાયશી આઈટમો નથી છાપતું ત્યારે વાચકો તંત્રીને ધધડાવે છે. ફલાણા છાપામાં તો આવું બધું સરસસરસ આવે છે અને તમારામાં એ બધું ચૂકી જવાય છે.
માનો કે ચેમ્બુર જેવું એક ઉપનગર અને માનો કે ત્યાં એક અનાથશ્રમ છે. માનો કે અમુક કોમના કેટલાક વેપારીઓ પેલા અનાથશ્રમની મુલાકાતે ગયા. ધારો કે તેમણે યતીમોને ભાષણ આપ્યું કે બાળકો, પૈસા તો હાથનો મેલ છે અને પૈસાને કો કૂતરાંય સૂંઘતાં નથી. ધારો કે પેલું લાંબુ ભાષણ છપાય અને આ તસવીરોમાં છગનલાલ, મગનલાલ, ચમનલાલ વગેરે જોઈ શકાય છે એવી કેપ્શન છપાય તો તમે શું ધારો? એ જ કે આને ન્યૂઝ કહેવાય. જે છાપું આવા રૂપાળા ન્યૂઝ ચૂકી જાય તેનું આવી બને.
ચકોર પત્રકારો તો અખબારમાં પ્રસિદ્ધ થતા દરેક ઈન્ટરવ્યુ(વિદેશમાં વસતા હીરાના વેપારીથી માંડીને સિનેમાના અભિનેતાના) સાથે એક અદ્રશ્ય પ્રાઈસટેગ ચીપકાડેલું જુએ છે. દરેક તસવીરના કિમંત હોય છે. ક્યારેક કેશ મળે તો ક્યારેક કાઈન્ડમાં એની કિંમતની ચુકવણી થાય. ક્યારેક ગિફ્ટ કૂપન મળે તો ક્યારેક પેન્ટપીસ મળે. ગિફ્ટની લાયમાં પત્રકારો ભાટ-ચારણ-બારોટ જેવા લાલચૂડા બની ગયા છે. મફતિયા દારૂ પીને તેઓ ભૂંડની જેમ (કાઉન્ટ લિયો ટોલ્સટોયની ધ ઈમ્પ એન્ડ ધ ફાર્મરની વાર્તા યાદ કરો) આળોટે છે. તેમને બોડિલી લિફ્ટ કરીને કારમાં ઘાલીને ઘરભેગા કરવા પડે છે. યજમાનો તેમની ઉત્તમ ખાતરબરદાસ્ત કરે છે, કારણે કે આ રિપોર્ટરો અખબારની મહામૂલી જગ્યાની ચોરી કરીને વાચકોને ઉલ્લુ બનાવે છે.
ન્યૂઝની વાત મૂકીને ન્યૂઝ કે વિવરણ ઉપર આવીએ તો અગ્રલેખો કાં તો મૂર્ખાઈભર્યા હોય છે અને કાં તો અંગ્રેજી અખબારોમાંથી તફડાવેલ હોય છે. ગુજરાતી અખબારોની કટારો પણ એવી જ વાહિયાત હોય છે. આ કટારોની ફળવણી સગાંસ્નેહીઓને(ગણતરી, વળતર, સાટાંદોઢાં) હોય છે. વિવરણનું કે ન્યૂઝનું પાનું જેમતેમ ભરવા માટે જે બોડી બામણીનું ખેતર માની એનો ઉપયોગ કરે છે.
તંત્રી કોઈને પ્રસિદ્ધિ આપવાની ના પાડે તો એ કોઈ પછીથી પાછલે બારણેથી એટલે એકાદ કટાર દ્રારા અખબારોમાં ડોકાય છે. કોમર્સનાં પાનાં બહુ છેતરામણાં હોઈ શકે છે. કંપની સમાચાર છાપવા એટલે અલીબાબાનો કે કુબેર ભંડારીનો ખજાનો ઉઘાડો મુકવો. તમે અમુક કંપની શેરની હિમાયત કરો તો તમને પ્રેફરન્શિયલ શેરની કુંચી મળી જાય.
કંપનીના ડિરક્ટેર વાર્ષિક સભાનું એક જાહેરખબર તરાકે છપાવવા માગતા હોય એ જ ભાષણ બેઠું જો કોમર્સ પેજ ઉપર આવે તો સમજવું કે જાહેરખબર ખાતાને તેની લેજિટિમેટ આવકથી વંચિત રાખવામાં આવ્યું છે. સામાજિક સમાચારોને નામે એક મોટું ધતિંગ ચાલે છે. પરીક્ષામાં ત્રીજે ચોથે નંબર પાસ થનારની છબિ ફલાણી જ્ઞાતિનું ગૌરવ એવા મથાળા સાથે છપાય છે અને પીએચ.ડી.કરનાર દરેક વ્યક્તિ પોતાનો ફોટો છપાવડાવી જાય છે.