કેન્દ્રીય નાણામંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે, સરકારી બેન્કોના જમા નાણાં 100 ટકા સુરક્ષિત છે અને સરકાર સરકારી બેન્કોની વ્યવહારીકતા નક્કી કરશે. ગોયલે 13 સરકારી બેન્કોના વડાઓ સાથે મુલાકાત બાદ આ પ્રમાણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, બેન્ક ક્રેડિટ ઉપર બે સ્તરે વિચાર થઈ રહ્યો છે. જ્યારે એસ. એચ. ફ્રી કન્સ્ટ્રક્શન કંપની ઉપર બનેલ પેનલ દ્વારા ઝડપી અહેવાલ અપાશે.