દિલ્હી હાઈકોર્ટે શનિવારે શહેરના મંત્રી સત્યેન્દ્ર જૈનની તેમની સામેના મની લોન્ડરિંગ કેસને અન્ય કોર્ટમાં ટ્રાન્સફર કરવાના ટ્રાયલ કોર્ટના આદેશને પડકારતી અરજીને ફગાવી દીધી હતી. જસ્ટિસ યોગેશે કહ્યું કે, પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજે આ મામલાને ટ્રાન્સફર કરતી વખતે તમામ તથ્યોને ધ્યાનમાં લીધા છે અને નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાની જરૂર નથી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) આ મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહી છે.