રાજ્યની શાળાઓમાં જાહેર કરાયેલી મોહરમ રજા રદ કરવાનો આદેશ કરાયો છે. અગાઉ શાળાઓમાં મોહરમની રજા જાહેર કરાઈ હતી. જો કે કેન્દ્ર સરકારના નોટિફિકેશન બાદ રાજ્ય શિક્ષણવિભાગે પરિપત્ર જાહેર કરી રાજ્યની તમામ શાળાઓ ચાલુ રાખવા આદેશ કર્યો છે. નવી શિક્ષણ નીતિના 3 વર્ષ પૂર્ણ થતા પીએમ મોદી અખીલ ભારતીય શિક્ષા સમાગમનું ઉદ્દઘાટન કરવાના છે. સવારના 9થી12 સુધી તમામ શાળાઓમાં આ કાર્યક્રમ દર્શાવવા માટે પરિપત્ર કરવામાં આવ્યો છે. જેના પગલે અગાઉથી જાહેર કરાયેલી મોહરમની રજા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.