મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પદે પસંદગી પામેલ મોહન યાદવે આજે બુધવારે CM તરીકે પદ અને ગુપ્તતાના શપથ લઈ લીધા છે. ભારતીય જનતા આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને અન્ય નેતાઓ હાજર રહ્યા હતા. ભાજપના મધ્ય પ્રદેશ યુનિટના વડા વિષ્ણુ દત્ત શર્મા અને આઉટગોઇંગ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે સમારોહની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
મોહન યાદવ બાદ મધ્યપ્રદેશના રાજ્યપાલે જગદીશ દેવરા અને રાજેન્દ્ર શુક્લાને ડેપ્યુટી સીએમ તરીકેના શપથ લેવડાવ્યા હતા. આ રીતે મધ્યપ્રદેશમાં સીએમની સાથે બે ડેપ્યુટી સીએમ પણ હશે. મંચ પર અમિત શાહ, શિવરાજ સિંહ ચૌહાણ સહિત અન્ય નેતાઓ પણ હાજર હતા.