દેશમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન મંગળવારે થવાનું છે ત્યારે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના ઈટાવા અને લખીમપુરમાં કોંગ્રેસ અને સપાના ગઠબંધન પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, મોદી અને યોગીને તો સંતાનો નથી. તેઓ તમારા સંતાનો માટે જ કામ કરે છે જ્યારે કોંગ્રેસ અને સપા પોતાના સંતાનોને ગાદી સોંપવા માટે કામ કરે છે.
મુસ્લિમો વોટબેન્કના રાજકારણ માટે તેમનો ઉપયોગ થતો હોવાનું સમજી ગયા છે, તેથી વિકાસના મુદ્દે ભાજપ તરફ આકર્ષાયા છે