વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે હૈદરાબાદમાં ૧૧મી સદીના સંત અને સમાજસુધારક શ્રી રામાનુજાચાર્યની ૨૧૬ ફૂટ ઊંચી પ્રતિમા 'સમાનતાની પ્રતિમા'નું અનાવરણ કર્યું હતું. બેઠેલી મુદ્રામાં દુનિયાની આ બીજા ક્રમની સૌથી મોટી પ્રતિમા છે. અનોખા પ્રકારની પંચધાતુની આ પ્રતિમા રૂ. ૧,૦૦૦ કરોડના ખર્ચે તૈયાર થઈ છે અને સંત રામાનુજાચાર્યના જન્મને ૧,૦૦૦ વર્ષ પૂરા થયા છે ત્યારે આ પ્રતિમાનું અનાવરણ કરાયું છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ શમશાબાદ સ્થિત 'યજ્ઞાશાળા'માં વિધિવત પૂજાપાઠ કર્યા હતા.