સુરતની સેશન્સ કોર્ટે દ્વારા 'મોદી સરનેમ' અંગેના બદનક્ષી કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સજા પર સ્ટે મૂકવાની અરજીને ફગાવી દીધા બાદ હવે આ કેસ ગુજરાત હાઈકોર્ટમાં ગયો છે. સુરત કોર્ટના હુકમ સામે રાહુલ ગાંધીએ ગુજરાતની વડી અદાલતમાં અપીલ કરી છે. જયાં તેની સુનાવણી જસ્ટિસ હેમંત એમ. પ્રચક કરી રહ્યા છે. જો કે, જસ્ટિસ હેમંતે પ્રાથમિક સુનાવણીમાં કોઈ સ્ટે આપ્યો નથી. હિન્દી ન્યૂઝ પોર્ટલ 'ધ વાયર'ના એક રિપોર્ટ પ્રમાણે, જસ્ટિસ હેમંત વર્ષ 2002ના ગુજરાત રમખાણો સંબંધિત કેસમાં આરોપી એવા ભાજપના ભૂતપૂર્વ મંત્રી માયા કોડનાનીનો બચાવ કરતા વકીલોમાંના એક હતા.