વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી બાદ ફરીથી એકવાર આજે રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું. 24 ફેબ્રુઆરીના રોજ લોકસભા ચૂંટણીની જાહેરાત થયાના થોડા દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માર્ચ અને એપ્રિલમાં મન કી બાત કાર્યક્રમ નહીં કરવાની જાહેરાત કરી હતી.
મન કી બાતના મુખ્ય અંશ....
- પીએમ મોદીએ દેશના અલગ અલગ ભાગમાં જળ સંરક્ષણ માટે થઈ રહેલા પ્રયત્નોને બિરદાવ્યાં. તેમણે કહ્યું કે સામૂહિક પ્રયત્નોથી મોટા સકારાત્મક પરિણામ મળે છે. સમગ્ર દેશમાં જળ સંકટને પહોંચી વળવા માટે કોઈ એક ફોર્મ્યુલા હોઈ શકે નહીં. આ માટે દેશના અલગ અલગ ભાગમાં, અલગ અલગ રીતે, પ્રયત્નો થઈ રહ્યા છે. પરંતુ બધાનો લક્ષ્ય એક જ છે અને તે છે પાણી બચાવવું, જળ સંરક્ષણ.
- મન કી બાતમાં પીએમ મોદીએ પાણી બચાવવા માટે બધાને એકજૂથ થવાનું આહ્વાન કર્યું. તેમણે કહ્યું કે જ્યારે આપણે એકજૂથ થઈને મજબુતાઈથી પ્રયત્ન કરીએ છીએ તો અશક્યને પણ શક્ય બનાવી શકીએ છીએ. જ્યારે જન જન જોડાશે તો જળ બચશે.
- પાણીના મહત્વનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે પાણી પારસનું સ્વરૂપ છે, પાણીના એક એક ટીપાને બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ફિલ્મ જગત, મીડિયા, કથા કિર્તન કરનારા લોકો બધાએ પોત પોતાની રીતે પાણી બચાવવા માટે અભિયાન ચલાવવું જોઈએ.
- 2019ની લોકસભા ચૂંટણી અત્યાર સુધીના ઈતિહાસમાં દુનિયાની સૌથી મોટી લોકતાંત્રિક ચૂંટણી હતી. લાખો શિક્ષકો, અધિકારીઓ અને કર્મચારીઓની દિવસ રાતની મહેનતથી આ શક્ય બની શક્યું છે.
- ભારતમાં 2019ની લોકસભા ચૂંટણીમાં 62 કરોડથી વધુ લોકોએ મતદાન કર્યું. આ સંખ્યા આપણને બહુ સામાન્ય લાગી શકે છે પરંતુ જો દુનિયાના હિસાબે કહું તો ચીને બાદ કરતા દુનિયાના અનેક દેશોની કુલ વસ્તી કરતા વધારે લોકોએ ભારતમાં મતદાન કર્યું.
- મન કી બાત દેશ અને સમાજ માટે અરીસા જેવી છે. તે આપણને જણાવે છે કે દેશવાસીઓની અંદર આંતરિક મજબુતાઈ, તાકાત અને ટેલેન્ટની કોઈ કમી નથી.
- કૌટુંબિક માહોલમાં મન કી બાત, નાની-નાની, હળવી, સમાજ, જીવનમાં જે બદલાવનું કારણ બને છે, એક પ્રકારે તેનો આ સિલસિલો એક નવા સ્પિરિટને જન્મ આપીને, અને એક પ્રકારે નવા ભારતની સ્પિરિટને સામર્થ્ય આપતા આ સિલસિલો આગળ વધે.
- ઈમરજન્સીમાં દેશના દરેક નાગરિકને એમ લાગ્યું હતું કે તેનું બધુ છિનવાઈ ગયું.