અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતનો આકરો વિરોધ છતાંય ફરીથી ‘કાશ્મીર પર મધ્યસ્થતા’નું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે ફરી એકવખત કહ્યું કે જો ભારત ઇચ્છે તો તે મધ્યસ્થતા માટે તૈયાર છે. ગુરૂવારના રોજ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ સંપૂર્ણપણે ભારત અને પાકિસ્તાન પર નિર્ભર કરે છે કે તેઓકાશ્મીર મામલાનો ઉકેલ લાવવા માટે કોઇની મદદ લેવા માંગે છે કે નહીં. તેમણે કહ્યું કે જો બંને દક્ષિણ એશિયન દાયકાઓથી જૂના મામલાને ઉકેલવા માટે તેમની મદદ લેવા માંગતા હોય તો અમે તૈયાર છીએ.
ટ્રમ્પે પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનની સાથે ગયા સપ્તાહે થયેલી મુલાકાતનો હવાલો આપતા કહ્યું કે આ મુદ્દા પર બંને દેશોની વચ્ચે વાત થઇ છે. જ્યાં પાકિસ્તાને ટ્રમ્પની આ રજૂઆતનું સ્વાગત કર્યું છે, ત્યાં ભારતે તેને ધડમૂળથી નકારી દીધી છે.