ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપમાં મોટા ફેરફારોની શરૂઆત થઈ ગઈ છે. વડાપ્રધાન મોદીની નજીક મનાતા ભૂતપૂર્વ આઈએએસ અધિકારી એ. કે. શર્માને ભાજપે ઉત્તર પ્રદેશમાં મોટી જવાબદારી સોંપી છે. પક્ષે તેમને પ્રદેશ ઊપાધ્યક્ષ બનાવી દીધા છે. ચોક્કસ રણનીતિ હેઠળ ભાજપે તેમને આ જવાબદારી સોંપી છે. તેમના સિવાય અર્ચના મિશ્રા અને અમિત વાલ્મિકીને પણ મોટી જવાબદારી સોંપાઈ છે. બંનેને પ્રદેશ મંત્રી બનાવાયા છે. છેલ્લા કેટલાક સમયથી એ.કે. શર્માને ઉત્તર પ્રદેશમાં મંત્રી બનાવાશે તેવી અટકળો થતી હતી. શર્માને સોંપાયેલી જવાબદારી સંકેત આપે છે કે ભાજપ કંઈક રાજકીય સમિકરણો સાધવાનો પ્રયાસ કરી રહ્યો છે.