કેન્દ્રીય કેબિનેટે સોમવારના રોજ દેશ અને વિદેશમાં આતંકી મામલાની તપાસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને વધુ મજબૂત બનાવા માટે 2 કાયદાને સંશોધિત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કેબિનેટે ગેરકાયદે ગતિવિધિ (રોકથામ) કાયદામાં સંશોધનને મંજૂરી આપી દીધી છે, તેનાથી આતંકવાદ સાથે જોડાયેલા લોકોને આતંકી જાહેર કરી શકશે. ત્યાં એનઆઇએ કાયદામાં સંશોધનના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દીધી છે. જેથી કરીને એજન્સીને વધુ સશક્ત બનાવી શકાય. આ સંશોધન બાદ એજન્સી ભારતની બહાર પણ ભારતીય નાગરિકો કે તેમના હિતોને નુકસાન પહોંચાડવાની સ્થિતિમાં કેસ નોંધાવી શકે છે.