જયારથી એલન મસ્કે ટવીટર ખરીદ્યુ છે ત્યારથી તેમાં ઘણા ફેરફારો જોવા મળી રહ્યા છે. ટવીટરે 9 નવેમ્બરે ચેક-માર્ક બેજ સાથે ટવીટર બ્લુ લોન્ચ કર્યું પણ નકલી એકાઉન્ટસની સંખ્યા વધતા બે દિવસ પછી આ સેવાને હોલ્ડ પર રાખવી પડી હતી.
16મી ડિસેમ્બરે ટવીટરે વેરીફીકેશનની પોલીસીમાં ફેરફાર કરી ત્રણ રંગોમાં ટવીટર એકાઉન્ટને વહેંચ્યા છે. જેમાં કંપનીઓને ગોલ્ડ ટીક, સરકારોને ગ્રે ટીક અને સામાન્ય નાગરિકોને બ્લુ ટીક મળશે.
ટવીટર પર હવે નવી સીસ્ટમ હેઠળ ફેરફારો દેખાવા લાગ્યા છે, જે મુજબ વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ટવીટર એકાઉન્ટમાંથી બ્લુ ટિક હટાવી દેવામાં આવ્યા છે અને તેની જગ્યા તેમના હેન્ડલ્સમાં ગ્રે ટિકસ દેખાવા લાગ્યા છે.
જો કે હજુ સુધી ગ્રે ટીકનો નિયમ સંપૂર્ણપણે અપડેટ થયો નથી. ઘણા રાજકારણીઓના હેન્ડલમાં બ્લુ ટીક જ દેખાય છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ટવીટર હેન્ડલમાં હજુ પણ બ્લુ ટિક દેખાય છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડન અને બ્રિટનના વડાપ્રધાન ઋષી સુનક સહિત ઘણા રાજકારણીઓની ટવીટર પ્રોફાઈલમાં ગ્રે ટિક જોવા મળે છે.