વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાકાળમાં અમેરિકાના પહેલા પ્રવાસે ગયા છે. પીએમ મોદીએ અમેરિકા પ્રવાસના પહેલા દિવસે અમેરિકાની પાંચ ક્ષેત્રોની ટોચની કંપનીઓના ગ્લોબલ સીઈઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે ભારતમાં વૈકલ્પિક ઊર્જા, સંરક્ષણ અને ૫જી ક્ષેત્રે રોકાણ માટે ચર્ચા કરી હતી. પીએમ મોદી સાથેની બેઠક પછી ક્વાલકોમના સીઈઓ ક્રિસ્ટિઆનો એમોને કહ્યું કે, ૫જી ક્ષેત્રમાં ભારત સાથે ભાગીદારી અંગે અમને ખૂબ જ ગર્વ છે. એડોબના સીઈઓ નારાયણે ડિજિટલ ક્ષેત્રમાં રોકાણને પ્રાથમિક્તા આપી હતી.