ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આજે આવેલા પરિણામોમાં ભાજપે ૫૩ ટકા વોટ શેર સાથે વિક્રમી ૧૫૬ બેઠકો મેળવી છે, જે ૬૦ વર્ષના રાજકીય ઇતિહાસમાં સૌથી વધુ છે. ભાજપે આ વખતે કોંગ્રેસના માધવસિંહ સોલંકીનો ૧૪૯ બેઠકોનો રેકોર્ડ તોડયો છે. બીજીતરફ આપનો સાથ ભાજપને હોય તેમ કોંગ્રેસના પંજા પર આમ આદમી પાર્ટીનું ઝાડું ફરી વળ્યું છે, જેના કારણે વિપક્ષનું પદ મેળવવાના પણ ફાંફા છે. કેજરીવાલની પાર્ટી જેટલી ગરજી એટલી વરસી નથી, તેને માત્ર પાંચ બેઠકો મળી છે. આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ઉમેદવાર પણ ચૂંટણી હારી ગયા છે.