કોરોના વાઈરસ સામે જંગ જીતવા માટે મોદી સરકાર એક્શનમાં આવી ચૂકી છે. કોરોના માટ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવ્યા બાદ હવે કેબિનેટ મંત્રીઓને રાજ્યોના પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ મંત્રીઓનું કામ રાજ્યોમાં કોરોના વાઈરસની તૈયારીઓ અને વ્યવસ્થાઓ પર નજર રાખવાનું છે.
આ પ્રભારી કેબિનેટ મંત્રીઓને રાજ્યના જિલ્લાધિકારીઓ સહિત અન્ય અધિકારીઓ સાથે વાતચીત કરીને જિલ્લાની સ્થિતિ જાણવાની રહેશે. આ સાથે જે તેમણે કેન્દ્ર સરકાર અને હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી ઈસ્યૂ કરવામાં આવેલી ગાઈડલાઈન્સનના પાલન કરવામાં આવી રહેલી સમસ્યાઓનું સમાધાન કરવાનું રહેશે. આ સાથે જ તમામ રાજ્યો પાસેથી ફિડબેક લેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી વધુ 4 કેન્દ્રીય મંત્રીઓને ઉત્તર પ્રદેશ પાછળ લગાવ્યા છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ, મહેન્દ્રનાથ પાંડેય, કૃષ્ણપાલ ગુર્જર અને સંજીવ બાલયાનને ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપવામાં આવી છે. આજ પ્રકારે ગજેન્દ્ર સિંહ શેખાવતને રાજસ્થાન અને પંજાબની જવાબદારી સોંપવામાં આવી છે.
આ ઉપરાંત જનરલ વીકે સિંહને અસમ, રવિશંકર પ્રસાદ અને રામવિલાસ પાસવાનને બિહાર, ધર્મેન્દ્ર પ્રધાનને ઓડિશા, છત્તીસગઢ અર્જુન મુંડા અને ઝારખંડની મુખ્તાર અબ્બાસ નક્વીને જવાબદારી સોંપવામાં આવી છે. આજ પ્રકારે નીતિન ગડકરી અને પ્રકાશ જાવડેકરને મહારાષ્ટ્રની જવાબદારી મળી છે.