નવા વર્ષના પહેલા દિવસે (બુધવારે) ઇસરો ચીફ કે. સિવને પ્રેસ કોન્ફરન્સ કરી 2019ની ઉપલબ્ધિ અને 2020ના લક્ષ્યાંક અંગેની જાણકારી આપી. તમિલનાડુના થુથુકુડીમાં નવુ સ્પેસ પોર્ટ બનશે તેવી જાહેરાત તેઓએ કરી હતી.
દુનિયામાં GPS સિસ્ટમને માન્યતા આપનાર સંસ્થા 3-જીપીપીપી એ આપણા નાવિક પોઝિશનિંગ સિસ્ટમને માન્યતા આપી દીધી છે. એટલા માટે જલ્દી જ દેશના બધા મોબાઇલમાં પોતાની પોઝિશનિંગ સિસ્ટમ હશે.
વધુમાં તેમણે કહ્યું કે ચંદ્રયાન-3ને સરકારી મંજૂરી મળી ગઇ છે. ચંદ્રયાન-3 એકદમ ચંદ્રયાન-2 જેવું હશે. પરંતુ આ વખતે માત્ર લેન્ડર-રોવર અને પ્રોપલ્શન મોડલ હશે. તેમાં ઓર્બિટર નહીં મોકલીએ, કારણ કે ચંદ્રયાન-2ના ઓર્બિટર પાસેથી મદદ લેવામાં આવશે.