યુપીએનાં અધ્યક્ષા સોનિયા ગાંધીએ આક્ષેપ કર્યો છે કે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની સરકારમાં લોકતંત્ર ખતરામાં આવ્યું છે. મોદી સરકારમાં ખેડૂતો અને દલિતો પરના અત્યાચાર વધ્યા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ એક જાહેર ચર્ચામાં મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને દેશની વર્તમાન સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. મોદીના અચ્છે દિનનો ફુગ્ગો પણ ફુટી ગયો છે.