Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પ્રધાનમંત્રી મોદી 15 ઓગસ્ટે રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય મિશનની જાહેરાત કરવા જઈ રહ્યા છે. આ યોજના હેઠળ દરેક નાગરિકોના સ્વાસ્થ્યનો ડેટા એક પ્લેટફોર્મ પર હશે. આ ઉપરાંત હેલ્થ આઈડી કાર્ડ તૈયાર કરવામાં આવશે. આ ડેટામાં ડોક્ટરની ડિટેલ્સની સાથે દેશભરમાં સ્વાસ્થ્ય સેવાઓની જાણકારી ઉપલબ્ધ હશે. જેનાથી એક જ પ્લેટફોર્મ પર હેલ્થ સાથે જોડાયેલી તમામ જાણકારી ઉપબલ્ધ હશે. સ્કીમ સાથે જોડાયેલી જાણકારી નેશનલ હેલ્થ ઓથોરિટીના સીઈઓ ઈંદુ ભૂષણે એક મીડિયા હાઉસ સાથે શેર કરી છે.

આ યોજના હેઠળ 4 બાબતો પર ફોકસ કરવામાં આવશે. સ્વાસ્થ્ય આઈડી કાર્ડ, પર્સનલ હેલ્થ રિકોર્ડ, ડિજી ડૉક્ટર અને હેલ્થ ફેસિલિટીનો રિકોર્ડ. પછીથી આ મિશનમાં ટેલી મેડિસિન સેવાઓને જોડવામાં આવશે. આમાં હેલ્થ આઈડી કાર્ડ ધારકોની પ્રાઈવેસીનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે. આ સ્વૈચ્છિક પ્લેટફોર્મ છે.  આની સાથે જોડાવું ફરજિયાત નથી. એટલે કે કોઈ પણ વ્યક્તિ સાથે સ્વાસ્થ્ય સંબંધિત માહિતી તેની મરજીથી શેર કરવામાં આવશે. આ સાથે ડૉક્ટર તથા હોસ્પિટલની મરજીથી જ તેમની જાણકારી શેર કરવામાં આવશે.

આ હેલ્થ કાર્ડના બન્યા બાદ કોઈ ડૉક્ટરની પાસે સારવાર માટે જાય છે તો ડૉક્ટર તેની સહમતિથી તેની મેડિકલ હિસ્ટ્રી જોઈ શકે છે. જેથી એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિનો ડેટા તેની સહમતિ વગર કોઈ બીજી વ્યક્તિ જોઈ ન શકે. એ માટે મોબાઈલમાં વન ટાઈમ પાસવર્ડ જેવી સુવિધા આપવામાં આવી છે. માની લો કે તમે કોઈ હેલ્થ ટેસ્ટ કરાવી રાખ્યો છે તેની ડિટેલ એક જગ્યાએ ઓનલાઈન અવેલેબલ હશે જેને તમે ડૉક્ટરને બતાવી શકશો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ