સરકારે બુધવારે ટીવી ચેનલો માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે અગિયાર વર્ષ બાદ નવી ગાઈડલાઈન જાહેર કરી છે. કેબિનેટ દ્વારા પણ તેને મંજૂરી આપવામાં આવી છે. માહિતી અને પ્રસારણ સચિવ અપૂર્વ ચંદ્રાએ જણાવ્યું છે કે, ફેરફારમાં ત્રણ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છએ. તેમાં સરળતાથી મંજૂરી, બિઝનેસ પ્રક્રિયાને સરળ બનાવવી અને સરલીકરણ અને તર્કસંગત બનાવવું.
નવી ગાઈડલાઈનમાં દરેક બ્રોડકાસ્ટર અથવા ચેનલને રોજ રાષ્ટ્રીય મહત્વ અથવા હિત અને જનસેવા સાથે જોડાયેલ મુદ્દા પર અડધો કલાક કંટેટ આપવું ફરજિયાત છે. તેના માટે મંત્રાલય તરપથી આઠ થીમ વિકલ્પ આપવામાં આવ્યા છે. જેમાંથી કોઈ પણ મુદ્દા પર ચેનલ અડધો કલાક કાર્યક્રમ કરી શકશે. તેમાં મહિલા સશક્તિકરણ, કૃષિ અને ગ્રામિણ વિકાસ, શિક્ષણ