Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારત સરકારે ફરી એક વખત ચીન ઉપર ડિજિટલ સ્ટ્રાઈક કરી છે. કેન્દ્ર સરકારે આઈટી એક્ટની કલમ ૬૯-એ હેઠળ ચીનની વધુ ૪૩ એપ્સ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભારતમાં હવે આ એપ્સનો ઉપયોગ નહીં કરી શકાય. ઉલ્લેખનીય છે કે, જૂનમાં ચીન સાથે ગાલવાન ઘાટી મુદ્દે વિવાદ થયા બાદ ભારતે આ ચોથી વખત ચીન ઉપર ડિજિટલ સ્ટ્રાઈક કરી છે.
ભારતમાં જે ૪૩ એપ્સ બંધ કરવામાં આવી છે તેમાં કેટલીક એપ્સ અલીબાબા જૂથની છે. આ ઉપરાંત ટિકટોક ઉપર પ્રતિબંધ આવ્યા બાદ ચલણમાં આવેલી સ્નેક વીડિયોને પણ બંધ કરી દેવામાં આવી છે. આ એપ્સના ૧૦ કરોડથી વધારે યૂઝર્સ હતા. ભારતની રક્ષા, સુરક્ષા, અખંડતા અને પબ્લિક ઓર્ડરને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો હતો. મહત્ત્વની વાત એવી છે કે, અંદાજે ૨૪-૨૫ જેટલી એપ્સ જૂની અને મુખ્ય એપ્સ છે જ્યારે બાકીની સપોર્ટિવ અને થર્ડ પાર્ટી એપ્સ જેવી હતી. આ એપ્સ સંપૂૂર્ણ રીતે બ્લોક થઈ જશે કે માત્ર પ્લે સ્ટોરમાંથી દૂર કરવામાં આવશે જેથી નવા યૂઝર્સ ડાઉનલોડ ન કરી શકે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ