કેન્દ્ર સરકાર દ્વારા સોમવારે મોટો નિર્ણય લેતાં સીનિયર સરકારી બાબુઓ સામે આકરાં પગલાં લેવાયા હતા જેમાં આયકર વિભાગના ૧૨ મોટા અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિ આપી દીવાઇ છે. સૂત્રો અને મીડિયા અહેવાલો પ્રમાણે નાણાં મંત્રાલયના જે અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરાયા છે તેમાં ચીફ કમિશનર, પ્રિન્સીપલ કમિશનર અને કમિશનર સ્તરના અધિકારીઓ છે. માનવામાં આવે છે કે, ટોચના અધિકારીઓ દ્વારા કરવામાં આવતી ગરેરીતિઓ અને કામમાં વિલંબના કારણે તેમને ફરજિયાત નિવૃત્ત કરી દેવાયા છે. સરકારે નાણા મંત્રાલયના નિયમ-૫૬ હેઠળ અધિકારીઓ સામે પગલાં લઈને તેમને નિવૃત્ત કરી દીધાં છે. જે અધિકારીઓને નિવૃત્ત કરાયા છે તેમની સામે ભ્રષ્ટાચાર, શારીરિક છેડછાડ સહિતના ગંભીર આરોપો મૂકાયા હોવાના પણ મીડિયા અહેવાલ છે. બીજી તરફ કેટલાક અધિકારીઓ સામે લાંચ લેવાના, આવક કરતા વધારે સંપત્તી હોવાના અને કામમાં ગેરરીતી દાખવવાના પણ આરોપો મૂકવામાં આવ્યા છે.