સસ્તી ડુંગળી માટે સરકારે મોટી જાહેરાત કરી છે.કેન્દ્ર સરકારે શનિવારે ડુંગળીની નિકાસ પર લઘુત્તમ નિકાસ કિંમત (લઘુત્તમ નિકાસ કિંમત અથવા MEP) 800 ડોલર પ્રતિ ટન કરવામાં આવ્યો. આ વર્ષે 31મી ડિસેમ્બર સુધી લાગુ કરવામાં આવી છે.સ્થાનિક બજારમાં ડુંગળીની ઉપલબ્ધતા વધારવા અને તેની કિંમતોને નિયંત્રણમાં રાખવા માટે કેન્દ્ર સરકારે આ પગલું ભર્યું છે.છેલ્લા કેટલાક દિવસોથી ડુંગળીના ભાવમાં તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે.