મૂળે તેલંગાણાની પણ દિલ્હીની શ્રીરામ કોલેજમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ પરિવારની આર્થિક તંગીથી વ્યથિત થઈને આત્મ હત્યા કરી લીધી છે.
આ ઘટનાને આગળ ધરીને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યુ છે કે, મોદી સરકારની નોટબંધી અને લોક ડાઉને દેશના હજારો પરિવારોને બરબાદ કરી નાંખ્યા છે.આ દુખદ ક્ષણે વિદ્યાર્થિનીના પરિવાર સાથે મારી સંવેદના છે.નોટબંધી અને દેશબંધીએ હજારો પરિવારો બરબાદ કરી નાંખ્યા છે તે સચ્ચાઈ છે.
રાહુલ ગાંધીએ ગઈકાલે પણ નોટબંધી અંગે આરોપ લગાવ્યો હતો કે, નોટબંધી લગાવવા પાછળનો હેતુ પીએમ મોદીના કેટલાક ઉદ્યોગપતિ મિત્રોને મદદ કરવાનો હતો.