કેન્દ્ર સરકારે અનિવાર્ય વન રોપણ માટે ગઈકાલે અનેક રાજ્યો માટે 47,436 કરોડ રૂપિયાની લહાણી કરી છે. આ ફંડને વ્યાજ આપતા પબ્લીક અકાઉન્ટમાં રાખવામાં આવશે. જે પૈસાને વનોમાં વધારો કરવા માટે, માટીની નમી બચાવી રાખવા અને વન તેમજ વન્ય જીવોના સંરક્ષણમાં વાપરવામાં આવશે.
કેન્દ્રીય વન અને જળવાયુ પરિવર્તન મંત્રી પ્રકાશ જાવડેકરે આ સંદર્ભે કહ્યું હતું કે આ ફંડને પાછલા દસ વર્ષોમાં ભેગું કરવામાં આવ્યું છે અને એનો ઉપયોગ માત્ર જંગલો અને પર્યાવરણ માટે જ કરવામાં આવશે. જોકે રાજ્યોને આ વિશેષ ફંડ મળ્યા બાદ જંગલો માટેના પોતાના બજેટમાં કોઈ ઘટાડો કરવાની અનુમતિનથી અપાઈ. જાવડેકરે એમ પણ કહ્યું છે કે વનરોપણ માટે કરવામાં આવેલો કોઈ પણ ખર્ચ ભવિષ્ય માટેનું રોકાણ જ છે.