છત્તીસગઢની રાજધાની રાયપુરમાં આજે કોંગ્રેસના મહાઅધિવેશનનો બીજો દિવસ છે. મહાઅધિવેશનના બીજા દિવસે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ તિરંગો ફરકાવ્યો હતો. આજે મહાઅધિવેશનમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ પહોંચ્યા હતા. આ અવસરે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ રાહુલ ગાંધીની પ્રશંસા કરતા કહ્યું કે તેમણે સંઘર્ષની મશાલ સળગાવી અને અસંભવને સંભવ કરી બતાવ્યું.