જમ્મુ અને કાશ્મીરમાં કલમ ૩૭૦ને હટાવવા માટે શુક્રવાર અને શનિવારે ભાજપના ત્રણ ટોચના નેતાઓએ મોટા નિવેદન આપ્યાં છે. શુક્રવારે લોકસભામાં ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે કલમ ૩૭૦ સ્થાયી નથી. ત્યાર બાદ કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે પંડિત નહેરુ પણ કહેતા હતા કે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ ૩૭૦ ધીમે ધીમે ઘસાઈ જશે. ત્યાર બાદ શનિવારે ભાજપનાં રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે પણ કહ્યું હતું કે મોદી સરકાર કાશ્મીરમાં કલમ ૩૭૦ને રદ કરવા માટે પ્રતિબદ્ધ છે. અમારી વિચારધારા સૌને ખબર છે. કલમ ૩૭૦ને હટાવવામાં આવે. અમે શરૂઆતથી જ એના વિરોધમાં છીએ. કેન્દ્ર સરકાર યોગ્ય સમયે કલમ ૩૭૦ને રદ કરવા માટે જરૂરી પગલાં લેશે. કલમ ૩૭૦ પૂર્ણ રીતે રદ થશે.