મંગળવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મોદી સરકારે કેટલાક મહત્વના નિર્ણયો પર મંજૂરીની મહોર મારી છે. જેમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)ના પદને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. જણાવી દઈએ કે અગાઉ PM મોદીએ સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લા ખાતેથી દેશવાસીઓને સંબોધન કરતા “ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ” (CDS)નું નવું પદ બનાવવાની જાહેરાત કરી. PM મોદીએ જણાવ્યું કે, આ પદનું ગઠન થયા બાદ ત્રણે સેનાઓને એક પ્રભાવી નેતૃત્વ મળશે. મહત્વનું છે કે આ પદની માગ છેલ્લા ઘણા સમયથી ઉઠી રહી હતી.
આ રીતે નિભાવશે જવાબદારી
સુરક્ષા મામલે કેબિનેટ કમિટીમાં સીડીએસ સૈન્ય બળ તરફથી સલાહ આપવાનું કામ કરશે. જોકે સેનાઓના ઓપરેશનની જવાબદારી ત્રણ સેનાના પ્રમુખો પાસે જ રહેશે. તેમનું પદ ત્રણ સેનાના પ્રમુખો કરતા ઉપર અને કેબિનેટ સચીવ કરતા નીચે રહી શકે છે. ટેક્નીકલી સરકારના પ્રોટોકોલમાં સીડીએસનું પદ 11-એ પર આવે છે. જ્યારે સેના પ્રમુખ અને રક્ષા સચિવનો પદ ક્રમાંક 13 આવે છે. સીડીએસનું પદ તેનાથી ઉપર હોવાથી તેઓ સીધા પીએમઓને રિપોર્ટ કરી શકશે.