-
26 મે,2014 અને 26 મે,2018ની વચ્ચે 1460 દિવસનો સમયગાળો પૂરો થઇ ગયો. 1460 દિવસ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને બઢતી મળી અને સીએમમાંથી પીએમ બન્યા. અબ કી બાર મોદી સરકાર...નું તેમનું સપનું સાકાર થયું. તે સાથે જ તેમના મંત્રીમંડળમાં ઘણાને લોટરી લાગી હતી. કેમેરાની સામે રહેનાર સીધા કેબિનેટમાં પહોંચી ગયા. સરકાર રચાયાના ખૂબ ટૂંકા ગાળામાં જ મોદી સરકારે એક મંત્રી ગોપીનાથ મૂંડે ગુમાવ્યાં. કોઇ તેમને યાદ કરે કે ના કરે આ પ્રસંગે દેશ અને મહારાષ્ટ્ર તેમને યાદ કરે છે.
એક મહેલ હો સપને કા.....એક બંગ્લા બને ન્યારા...આતંકવાદ..? મને પીએમ બનાવો એટલે સમજો કે આતંકવાદ તો આમ... ચપટી વગાડતામાં મસળી નાંખીશ. આ તો મનમોહનની સરકારમાં અક્કલ નથી કે આતંકવાદ સામે કઇ રીતે લડાય...!! પાકિસ્તાન કો લવ લેટર લીખના બંધ હોના ચાહિયે..તાળીઓનો ગડગડાટ. વાત તો સાચી આ શું વળી, દુશ્મનને તે કાંઇ લવ લેટર લખવાનો. મોદીને સહી કહા. મેરા વોટ તો દૂંગા મોદી કો. પછી શું થયું....એ જો કહેવા બેસીએ તો.....? વહાં સે આઇ સાડી ઓર યહાં સે ગઇ શોલ...25 ડિસેમ્બર,2015. કાબુલ ટુ કરાંચી. વાજપેયીનો જન્મદિન ભૂલાયો પણ નવાઝ શરીફનો પ્રસંગ સચવાયો. આ મુલાકાત બાદ 2 જાન્યુ.2016 સીધો પઠાનકોટ એર બેઝ પર આતંકી હુમલો. આતંકીઓ કોઇ હોનોલુલુથી આવ્યાં નહોતા. પણ પાકિસ્તાને જ મોકલ્યા હતા.
આતંકવાદ યથાવત, નક્સલવાદ યથાવત, કાશ્મિરમાં હુમલાઓ એટલા વધ્યાં કે ટુરીસ્ટો ગાયબ, ટેરરીસ્ટો વધ્યા..... સરેરાશ રોજ બે-ચાર શહીદો થયા આપણાં જવાનો. સુકમામાં નક્સલીઓના એક હુમલામાં 25 કરતા વધારે જવાનો માર્યા ગયા. પૃથ્વીરાજ જેવા અવાજમાં શબ્દો કાને પડે-હમને હમારે જવાનો સે કહ દિયા હૈ કી દુશ્મનો કે ખિલાફ લડતે વક્ત ગોલીયાં ન ગીને. ચાહે જીતની ભી ગોલીયાં મારની પડે ચલાઇયે..જવાનો શહીદ થાય તો નિવેદન તૈયારઃ હમ ઉસકી કડે શબ્દોમેં નિંદા કરતે હૈ... પછી ઘાયલ જવાનોને જોવા જાય હોસ્પિટલમાં. આવું જ ચાલ્યું છે 4 વર્ષમાં.
પરેશ રાવલના મોટાભાઇ ફર..ફર.. કરે. જવાનો બિચ્ચારા મર..મર... મરે. મોટાભાઇના નાનાઓ ખર...ખર..ખરખરો કરે..લાલ કિલ્લા પરથી બલોચીસ્તાનની ચિંતા જાહેર થાય પણ બિહારની ગરીબી માટેની ચિંતા નહીં. કાવા અને દાવા જ ચાલ્યા સતત...અને છેલ્લે હુબલીમાં- કોંગ્રેસ કે મા-બેટા જમાનત પર ચલ રહે હૈ. 5 હજાર કરોડ કા ગોટાલા કિયા હૈ યહ મા-બેટેને. ઓર મુજે લલકાર રહે હો...યે મોદી હૈ, લેને કે દેને પડ જાયેગે...અરે ભાઇ, જ્યારે તમે જાણો છો કો 5 હજાર કરોડનું કૌભાંડ કર્યું તો જેલમાં નાંખો. કોણ તમને રોકે છે..જો રાહુલ અને તેમના બનેવી(વીલન અજીતના શબ્દોમાં).... રોબર્ટ.....જો જેલમાં નથી તો તેને શું સમજે આ દેશની જનતા...? 2014થી એક જ રટણ. એક જ પાર્ટીના નામનું રટણ. તેમના ખાડા પૂરવાના છે. 70 વર્ષમાં શું કર્યું...રાહુલ હમસે 4 સાલ કો હિસાબ માંગ રહે હૈ....અરે પહલે 4 પેઢી કા હિસાબ દો કી કીતના બર્બાદ કિયા ઇસ દેશ કો...!! ભાઇશાબ, રાહુલ તો બાળક છે. તેને 4 પેઢીનો હિસાબ ખબર ના હોય. પણ તમે તો 4 વર્ષનો હિસાબ આપો. એમાં શું વાંધો છે...? હમણાં 4 વર્ષનો હિસાબ અપાશે પણ સરકારી. લોકો આજે પણ અડધી રાત્રે પાસબુક બેંક મેસેજ ચેક કરે છે. બેંકમાં જઇને પાસબુક ઓટો મશીનમાં નાંખીને બહાર આવે ત્યારે આંખો બંધ કરીને આસ્થાના ભાવથી માથે મૂકે છે, ચૂમે છે કે, 15.......ની એન્ટ્રી થઇ કે નહીં.....લખવાની જરૂર છે ખરી કે 15 એટલે કેટલા...!!!